૭૦૦ – દંઢાવ્ય દેશના હરિભક્ત – શુરવીર – કાનડાનંદ સ્વામી નામ પાડયું

દંઢાવ્ય દેશના બે ભક્તો દર્શને જાય – એકને સાધુ બનવું હતું – સામે સિંહ આવ્યો, ઓછા વૈરાગીને બીક લાગી. – વૈરાગી ભક્તઃ મારી પાછળ ચાલ્યા આવો – વૈરાગી ભક્ત સિંહના કાન પકડી માથે બેઠાઃ “હવે તું પણ બેસ”. ૬ ગાઉ સવારી કરી ઉતર્યા ને ચાલીને વડતાલ ગયા. ઓછા વૈરાગીએ શ્રીહરિને વાત કરી. વૈરાગી ભક્તઃ “મને દીક્ષા આપો”. શ્રીહરિએ સિંહના કાન પકડ્યા માટે કાનડાનંદ સ્વામી નામ પાડ્યું. ગોપાળાનંદ સ્વામીને સોંપ્યા. શુરવીર તેથી અંતઃકરણ, મન વશમાં. (શ્રીહરિચરિત્રચિંતામણિ ૩/૨૯૦)

૬૯૫ – નેનપુરના દેવજીભક્તે નિંદ્રા વશ કરેલી.

નિષ્કુળાનંદસ્વામી, ગુણાતીતાનંદસ્વામી નેનપુર દેવજી ભક્તના કોઢીયામાં ઉતરેલા – નિષ્કુળાનંદસ્વામીએ ૨ કલાક કથા કરી, ગુણાતીતાનંદસ્વામીએ વાતો કરી – ભક્તઃ “સંતો! ૧૨ વાગ્યા ચાલીને થાક્યા હશો, સુઇ જાવ, કથા સવારે કરજો”- સંતોઃ “તમે ક્યારે સુશો?” – ભક્તઃ “ખેતરે જઇ આંટો દઇશ, માંચડે બેસી ૨૦૦ માળા કરીશ, નિંદ્રા દુર ઉભી રહેશે, કહીશ ત્યારે આવશે” – નિષ્કુળાનંદસ્વામીઃ “કેટલાકને દર્શન દેવા જવું, આવાના દર્શન કરવા જવું”. (શ્રીહરિચરિત્રચિંતામણિ ૩/૨૮૪)

૬૬૦ – અમદાવાદના વાણીયાને મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામીનો ગુણ આવ્યો.

સંતો અમદાવાદ ગામની ઉત્તરાદિ તરફ આંબલીઓના ઝાડ નીચે ધ્યાન પૂજા કરે – હેમો શેઠ આદિક અગ્નિસંસ્કાર કરવા આવેલા ને થોડે દુર બેઠેલા – ઝાડ પરથી સાપ પડયો – સહુ ભાગ્યા – સાપ સંતો ઉપર ચાલીને ગયો – હલ્યા પણ નહીં – હેમ શેઠને ગુણ આવ્યોઃ “સાચા કેવળીક સાધુઓ છે”.

દિકરાના લગ્નમાં મહારાજને ભક્તો સહિત માંડવે પધરાવેલા – પૂરા સંઘને રસોઇ, બીડાં, સાકર દીધાં – માંડવામાં જ શેઠે આરતી ધુન કરેલ. (શ્રીહરિચરિત્રચિંતામણિ ૩/૨૪૬)


ચરિત્ર-પ્રસંગો

પ્રતિભાવ

ખુબ સરસ કાર્ય.

મહારાજે પણ કહયું છે કે આપણને જે વાત સમજાઈ હોય તે બીજાને સમજાવવી. તો પણ મહારાજ આપણા પણ ખૂબ રાજી રહે.

આપને ગમ્યું?

WhatsApp પર રોજ એક ચર‍િત્ર મેળવવા

+91 80000 32101 પર તમારુ નામ લખી મોકલો