વેબસાઈટ અંગે

જય સ્વામિનારાયણ ભકતો!!!!

મહારાજની હયાતીમાં નંદસંતોએ ખૂબ દાખડો કરી અનેક સદ્‌ગ્રંથોની રચના કરી અને મહારાજની નાનામાં નાની મનુષ્ય લીલા, ઐશ્વર્ય પરચા અને સ્વાભાવિક ચેષ્ટાઓને ગ્રંથોમાં વણી લીધા.

ભગવાનના લીલા ચરિત્રો જીવને શાંતિ પમાડનાર ને મોક્ષ માર્ગે લઈ જનાર છે. આ હેતુથી મહારાજ અને સંતો ભકતોના પ્રસંગોને સંક્ષિપ્તમાં આપની સમક્ષ રજુ કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે. આ વેબ સાઈટ ભણનારા સંતો, કથા તૈયાર કરનાર સંતોને તથા માતા પિતાને બાળકોને “વાર્તા” કહેવામાં બાળ મંડળ, યુવક મંડળના સભ્યો/સંચાલકોને જરૂર મદદરૂપ થશે એવો અમને વિશ્વાસ છે.

આ વેબસાઈટને Mobile Friendly બનાવેલ છે જેથી,

૧) મુસાફરીમાં ચરિત્રો મમળાવવા

ર) ઘર સભામાં કે બાળકોને રાત્રે સુતા પહેલા “વાર્તા” કહેવામાં

૩) બાળ યુવક મંડળના સભ્યો/સંચાલકોને જરૂર મદદરૂપ થશે.

વારેવારે Mobile Internet ચાલુ કરવું ના પડે એ માટે ટૂંક સમયમાં આ વેબસાઈટ ને Application રૂપે પણ રજુ કરવામાં આવશે.

સંક્ષિપ્ત રૂપે લખેલા ચરિત્રો વધુને વધુ ભકતો સુધી પહોંચશે અને ભકતો ઉપયોગ કરતા થશે તો નંદ સંતોએ કરેલા દાખડો લેખે લાગશે.

મહારાજ અને આપ સૌ સંતો ભકતો અમારા પર રાજી રહો એજ પ્રાર્થના. આપના અમૂલ્ય સુચનોની રાહ જોઈએ છીએ.

 

જય સ્વામિનારાયણ.