વિનંતી

જય સ્વામિનારાયણ,

સંપ્રદાયના ગ્રંથોમાં ૫૦૦+ ચરિત્રો એવા છે કે જે આપણે ભાગ્યેજ વાંચ્યા કે સાંભળ્યા  હોય. આવા ચરિત્રો જો સંતો ભક્તો સમક્ષ સંક્ષિપ્તમાં લખી મુકવામાં આવે તો કેવું કામ થાય!!!!!!. આ વિચાર સાથે અમોએ આ કામ ચાલું કર્યુ છે. આ ચરિત્રો Application રુપે હાથવગા હશે તો જરુરથી બધા ચરિત્રોથી આપણે પરિચીત થશું.

આપણે એવા જ્ઞાની નથી કે આપણે શાસ્ત્રો લખી શકીએ પણ ચરિત્રનું સંકલન કરી શકીએ ખરા, જે અનેક સંતો ભક્તોને ઉપયોગી થાય. charitram.com માટે આપ સૌ તરફથી સહકારની અપેક્ષા છે. જેવી કે ..

  • ચરીત્રોને સંક્ષીપ્તમાં લખીને કે કોઇ નિવૃત,ગૃહીણી કે વિદ્યાર્થી (વેકેશનમાં) ભક્તોને લખવાની પ્રેરણા કરીને
  • પ્રુફરીડીંગ કરીને કે બીજા પાસે કરાવીને.
  • ચરિત્રો વેબસાઇટ પર અપલોડ કરવામાં મદદ કરીને (૩૦ મીનીટની તાલીમ પુરતી છે)
  • ટાઇપ કરીને કે અન્યને (નિવૃત, ગૃહીણી કે વિદ્યાર્થી) ટાઇપ કરી આપવા માટે પ્રેરણા કરીને (નોંધ: ૧ કલાકમાં જ ગુજરાતી ટાઇપ શીખી શકાય છે)
  • ચરિત્રોની કેટેગરી નક્કી કરવામાં મદદ.
  • ટેકનીકલી મદદ કરીને (વેબ, મલ્ટીમીડીયા વગેરે)
  • સલાહ સુચનો આપીને
  • વેબસાઇટનો ઉપયોગ કરીને/બીજાને ઉપયોગ કરવા સમજાવીને

જો આપ કોઇ રીતે મદદ કરી શકો એમ હોય તો info@charitram.com પર સંપર્ક કરશો. આશા રાખીએ કે આપ ઉપરમાંથી કોઇ એક બાબતમાં તો જરુર મદદ કરશો જ. કદાચ એવું પણ બને કે આપ મદદ કરવા તૈયાર હોય પણ કઇ રીતે મદદરૂપ થઇ શકો એ નક્કી ન કરી શકતા હોય તો પણ સંપર્ક કરવા વિનંતી.